ANANDANAND CITY / TALUKO

હાઇકોર્ટના આદેશ બાદ આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણીમાં ભાજપનો વિજય

હાઇકોર્ટના આદેશ બાદ આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટણીમાં ભાજપનો વિજય

તાહિર મેમણ – આણંદ – 25/05/2026 -આણંદ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ માટે પ્રમુખ પદ આદિવાસી મહિલા માટે અનામત રાખવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતાં કોંગ્રેસ માટે જીતની તક ઊભી થઈ હતી. જોકે, ભાજપે આ મામલે કાયદાકીય લડત લડીને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે રદ થયેલું ફોર્મ માન્ય રાખવાનો આદેશ આપતાં જ રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ આદેશને કારણે સમગ્ર ચૂંટણીનું ચિત્ર બદલાઈ ગયું છે.

 

અગાઉ જે ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, તેને હાઈકોર્ટે માન્ય રાખવાનો આદેશ આપતાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી છે, જ્યારે કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે મયુરી પટેલ મૂળ મહારાષ્ટ્રના છે અને તેઓ સામાન્ય સ્ત્રીની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પ્રમુખ પદ માટે એસટી અનામત હતી.આ કાનૂની દાવપેચ વચ્ચે જિલ્લા પંચાયતના બોર્ડ રૂમમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વાતાવરણ ગરમાયું હતું. ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ભારે ઉત્તેજના જોવા મળી હતી. આખરે સત્તાવાર જાહેરાત થતાં જ ભાજપ કાર્યકરોએ વિજેતા પદાધિકારીઓને પુષ્પહાર પહેરાવીને જીતની શુભેચ્છા પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!