ANANDANAND CITY / TALUKO

આણંદ મેમણ જમાત દ્વારા કરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન

આણંદ મેમણ જમાત દ્વારા કરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન

 

તાહિર મેમણ – આણંદ – 16/05/2026 – આણંદ મેમણ જમાત દ્વારા મદની ગાર્ડન, આણંદ ખાતે આણંદ મેમણ જમાત દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી ની તેમની કારકિર્દી અંગે માર્ગદર્શન આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિદ્યાર્થીઓની ઉજ્જળ કારકિર્દી માર્ગદર્શન અંગે વક્તવ્ય આપવા આઈ.પી.મિશન કમ્પાઉન્ડનાં કેમ્પસ ડાયરેક્ટર તેમજ સેંટ સ્ટીફન B.ed . કોલેજના આચાર્યશ્રી જતીનભાઈ પઢીયાર, સામાજીક કાર્યકર તેમજ વકીલ શ્રી આસીમભાઈ ખેડાવાલા,કરમસદ મેડિકલ હોસ્પિટલનાં Orthopedic (MS) ડોક્ટરશ્રી વિરાજ બેન્કર, વિવિધ કૉમર્સ કોલેજ અને સ્કુલમાં STATISTICS વિષયના નિષ્ણાત પ્રોફેસર પરવેઝસર મેમણ, B.TECH એંજીનિયર તૌસીફખાન પઠાણ ઉપસ્થિત રહયાં હતાં.

આ પ્રસંગે તમામ નિષ્ણાંતોએ સાયન્સ, કોમર્સ અને આર્ટસ જેવા વિવિધ પ્રવાહોની જાણકારી આપી તેમાં રહેલી કારકિર્દી અંગે ઉંડાણપૂર્વકની સમજ આપી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા આણંદ મેમણ જમાતનાં કાર્યકારી પ્રમુખ અશરફભાઈ મચ્છીવાળા, ઝોનલ સેક્રેટરી જાવેદભાઈ રાખડીવાલા, અશરફી કમિટિનાં પ્રમુખ કાદરભાઈ મેમણે ભારે જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ફારૂક ભાઈ મેમણ,પ્રજ્ઞેશભાઈ વસાવા તેમજ કૈફસર વહોરા એ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!