ANANDNARMADA

ડેડીયાપાડા અમારી સરકાર બનશે તો અમે ગામડે ગામડે શાનદાર સરકારી સ્કૂલો બનાવીશું: સંજય સિંહ

ડેડીયાપાડા અમારી સરકાર બનશે તો અમે ગામડે ગામડે શાનદાર સરકારી સ્કૂલો બનાવીશું: સંજય સિંહ

 

તાહિર મેમણ – 22/04/2026 – ડેડીયાપાડા – રાજ્યસભા સાંસદ સંજય સિંહ, ગુજરાતના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં ડેડીયાપાડા ખાતે વિશાળ જનસભા યોજાઈ. આ સભામાં સ્થાનિકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ચૂંટણીમાં ઝાડુ પર બટન દબાવી બદલાવ લાવવાનો સંકલ્પ લીધો હતો. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજય સિંહે પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, 9 મહિનાથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના મતવિસ્તારમાં પ્રવેશી શકતા નથી તો હું ડેડીયાપાડાના તમામ લોકોને કહેવા આવ્યો છું કે “ચૈતર વસાવા બનીને લડો અને ચૈતર વસાવા બનીને ભાજપને હરાવો”. ચૈતરભાઈ ધારાસભ્ય બનાવી પછી એમને બે વખત જેલમાં નાખવામાં આવ્યા અને ચૈતરભાઈના ધર્મ પત્નીને પણ ત્રણ મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા. આજે ચૈતરભાઈના બાળકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે એમના પિતા આવશે. આટલો અત્યાચાર અને આટલો જુલમ કરનાર લોકોને આ વખતે તમે તમારા વોટથી હરાવો અને આમની ડિપોઝિટ જપ્ત કરાવો. આ લોકો અમને જેલથી ડરાવે છે, અમારા નેતા અરવિંદ કેજરીવાલથી લઈને હું પોતે પણ અનેક દિવસો સુધી જેલમાં રહીને આવ્યો છું અને જ્યારથી બહાર આવ્યો છું ત્યારથી બીજેપીના નાખવા દમ કરાવી દીધો છે. કારણ કે અમે જેલથી ડરતા નથી. ગોપાલ ઇટાલીયા, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, પ્રવીણ રામ, આ તમામ લોકોને જેલમાં નાખ્યા હતા, હજુ જેટલા લોકોને જેલમાં નાખવા હોય નાખો પરંતુ અમે તમારી સામે લડીશું અને તમને હરાવીશું. આ ચૂંટણીમાં આ લોકોના સુપડા સાફ કરી નાખો. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી હતી અને ત્યારબાદ ચૈતર વસાવા આંદોલન ચલાવ્યું અને એમના આંદોલનના કારણે એ શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવી પડી. આદિવાસી લોકોના વિકાસનો ફંડ નરેન્દ્ર મોદીની રેલીઓમાં ખર્ચાઈ રહ્યું છે.

 

અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં સર્વશ્રેષ્ઠ સ્કૂલો બનાવી, સરકારી સ્કૂલોના ઓરડામાં એસી લાગેલા છે, સ્વિમિંગ પૂલ છે, ટીચરોને વિદેશમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે, અમે મોહલ્લા ક્લિનિક બનાવ્યા, અમે મહિલાઓ માટે બસ યાત્રા મફત કરી, અમે વીજળી મફત આપી, અમે પાણી પણ મફત આપ્યું. આટલું આપ્યું છતાં પણ દસ વર્ષ સુધી અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીનું બજેટ નફામાં બનાવી રાખ્યું. 25-30 વર્ષમાં ભાજપ સરકાર ગુજરાતમાં સારી સરકારી સ્કૂલો પણ નથી બનાવી શકી. અમારી સરકાર બનશે તો અમે ગામડે ગામડે શાનદાર સરકારી સ્કૂલો બનાવીશું. ચૈતરભાઈને જેમણે જેલમાં નાખ્યા છે એ લોકો પાસેથી વ્યાજ સાથે હિસાબ લઈશું . જાતિ ધર્મની રાજનીતિ બહુ થઈ હવે પોતાના સન્માન અને સ્વાભિમાન માટે ઝાડું ચલાવો.

Back to top button
error: Content is protected !!