પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ગત રોજ રાત્રિ દરમિયાન તુલસી સોસાયટીમાં રહેતા જશોદાબેન ગંગારામ પટેલ ઘરે જમ્યા બાદ ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે વૈકુંઠ સોસાયટી પાસે બે અજાણ્યા ઈસમો બાઇક લઇને આવ્યા હતા અને તેમાનો એક ઈસમ બાઇક પરથી ઉતરીને જશોદાબેનની ગળામાં પહેરેલ સોનાની ચેન ખેંચીને ફરાર થઈ ગયા હતા.વધુમાં જશોદાબેન જણાવે છે કે સારું છે કે આ લોકોએ ચેન તોડીને ભાગ્યા એની જગ્યાએ જો મને ચપ્પુ મારીને ખૂન ખરાબી કરી હોત તો તેના માટે જવાબદાર કોણ?માટે પોલીસ તંત્રને મારી વિનંતી છે કે કંઇક આનું કરો.આ સમગ્ર ઘટનાની ઉમરેઠ પોલીસ ને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.