ANANDUMRETH

સિલ્ક સિટી ઉમરેઠ ખાતે ભગવાન જગન્નાથજીની ઇતિહાસમાં પ્રથમ રથયાત્રા નીકળી.

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

ઉમરેઠ પંચવટી ખાતે શ્યામસુંદરજીનું પૌરાણિક મંદિર તાજેતરમાં નવનિર્માણ પામ્યું. ઉમરેઠ પટેલ સેવા સમાજ તથા નગરની ધર્મપ્રેમી જનતાના સહિયારા પ્રયાસ દ્વારા પ્રથમ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અષાઢી બીજનાં પવિત્ર દિવસે શ્યામસુંદર મંદિરથી રથયાત્રા અર્થ ભગવાન શ્રી જગન્નાથજીનાં રથનું પ્રસ્થાન કરાવાયુ. રથમાં ભગવાન જગન્નાથજી, બલરામજી તથા સુભદ્રાજી નગરચર્યા કરવા નીકળ્યાં ત્યાં તો નગરનું વતાવરણ ભક્તિમય બન્યું.  ઉમરેઠ નગરની ધર્મપ્રેમી જનતા રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઇ. નગરનાં વિવિધ વિસ્તારોમાંથી પસાર થતાં *હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી* નાં નાદથી ગલીઓ ગુંજી ઉઠી હતી.  રથયાત્રાનાં અવસરે આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલ ઉપસ્થિત રહી શ્યામસુંદર મંદિરે સેવા – પૂજાનો લાભ લીધો હતો. નગરની આ પ્રથમ રથયાત્રામાં ઉમરેઠ નગરનાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઉમરેઠ પોલિસ દ્વારા અગાઉનાં દિવસે ફૂટ પેટ્રોલીંગ અને રથયાત્રા દરમ્યાન સઘન સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી હતી. ઉમરેઠ પી.એસ.આઈ. જી.એમ.પાવરા, સેકન્ડ પી.એસ.આઈ. કે.એમ. ખરાડી, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનોએ ખડેપગે ઉભા રહી સુરક્ષા સેવા બજાવી હતી.

[wptube id="1252022"]
Back to top button