વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર બેંગ્લોર તરફથી મશીનરી સામાનનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.01.એચ.ટી.0850 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટહાઉસ પાસેનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ઘટના સ્થળે આઈસર ટેમ્પો માર્ગની સાઈડ સંરક્ષણ દીવાલ સાથે અથડાઈને શીર્ષાશન હાલતમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો સહિત મશીનરી સામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.જ્યારે બીજા બનાવમાં મહારાષ્ટ્રનો એક બાઈક સવાર માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.સાપુતારા ઘાટમાર્ગનાં ગણેશ મંદિર પાસેથી મહારાષ્ટ્રનો એક ઈસમ બાઈક નં.એમ.એચ.15.એન.5523 લઈ પસાર થઈ રહયો હતો.તે વેળાએ અચાનક જ બાઈક સ્લીપ થઈ જતા બાઇકચાલક માર્ગની સાઈડનાં ઊંડા ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.અહીં બાઈકને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે બાઈક ચાલકને પણ નાની મોટી ઈજાઓ પોહચી હતી…
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય
મોરબી મહાનગરપાલિકામાં રાજકીય ભૂકંપ:BJP કોર્પોરેટર સીતાબેન હુંબલે રાજીનામું આપવા 'કમલમ' પહોંચ્યા!
સરકાર દ્વારા આંદોલનકારી વિદ્યાર્થીઓ પર FIR ન કરવાની લેખિત બાંહેધારી આપવામાં આવી.
Follow Us