પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
આણંદ જીલ્લાના ઉમરેઠ શહેરમાં ત્રણ દિવસ અગાઉ ત્યજી દીધેલ હાલતમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાળકને જન્મ આપનાર મનોદિવ્યાંગ યુવતીએ એક્જીક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલાત કરતાં જણાવ્યું છે કે, બી.એ.પી.એસ મંદિરનો પૂજારી કાંતિ વાઘેલા છેલ્લાં એક વર્ષથી રોજ બપોરે મંદિરની અગાસી ઉપરથી જમવાનું લેવા માટે બૂમ પાડી બોલાવતો હતો અને ત્યારબાદ રસોડામાં લઇ જઈ દુષ્કર્મ આચરતો હતો. આ કબૂલાતને આધારે પોલીસે મંદિરના પૂજારી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે ઉમરેઠ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી એમ પાવરા એ જણાવ્યું છે કે, અમદાવાદ સિવિલમાં ભોગ બનનાર મનોદિવ્યાંગ યુવતીએ એકજીક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ બી.એ.પી.એસ મંદિરના પૂજારીએ દુષ્કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું છે, જે બાદ યુવતીની માતાની ફરીયાદના આધારે મંદિરના પૂજારી કાંતિ વાઘેલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મંદિરના પૂજારી કાંતિ વાઘેલાની પૂછપરછ કરી તેના DNA ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.મંદિરનો પૂજારી દુષ્કર્મ કરતો હોવાનું યુવતીએ કબુલતા આ આક્ષેપના આધારે પોલીસે બાળકને જન્મ આપનાર યુવતિની પુછપરછ કરી હતી. પરંતુ, શરૂઆતમાં યુવતિ કાંઈ બોલી ન હતી. જોકે, બાદમાં આ યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ બી.એ.પી.એસ મંદિરના પૂજારી એ દુષ્કૃત્ય કર્યું હોવાનું કબુલ્યું હતું. આ યુવતિએ જણાવ્યું છે કે, મંદિરનો પૂજારી કાંતિ વાઘેલા છેલ્લાં એક વર્ષથી રોજ બપોરે મંદિરની અગાસી ઉપરથી જમવાનું લેવા માટે બૂમ પાડી બોલાવતો હતો અને ત્યારબાદ રસોડામાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. આ કબુલાતના આધારે ઉમરેઠ પોલીસે બી.એ.પી.એસ મંદિરના પૂજારી ક્રાંતિ વાઘેલા વિરુદ્ધ આઈ.પી.સી કલમ 376(2)એલ, 376(2)એન મુજબનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે નાયબ પોલીસ અધિક્ષક પી.કે.દિયોરા જણાવે છે કે, આરોપી ક્રાંતિ વાઘેલા છેલ્લા ત્રણેક વર્ષથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં સેવા પૂજા તેમજ સફાઈ કરે છે. મંદિરમાં ભગવાનને ધરાવાયેલો થાળ આ કાંતિ વાઘેલા પોતે જમે છે તેમજ અન્ય હરિભક્તોને આપતો હોય છે. તે ત્રણ વર્ષ અગાઉ સાળંગપુરમાં સ્વામિનારાયણના ગુરુકુળમાં પટાવાળા તરીકે પણ ફરજ બજાવતાં હતાં. કોરોના વખતે તેઓ પોતાના વતન ચકલાસી ખાતે આવ્યાં હતાં અને છેલ્લાં ત્રણેક વર્ષથી ઉમરેઠના બીએપીએસ મંદિરમાં કામ કરતા હતા. પોતે છેલ્લાં એકાદ વર્ષથી આ ભોગ બનનાર યુવતીના સંપર્કમાં હોવાની કબૂલાત તેણે કરી છે. આ કાંતિ વાઘેલાના DNA સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. તેમજ મેડિકલ સ્ટ્રેન્થ સહિતના ટેસ્ટ પણ કરવામાં આવ્યાં છે.