પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર: કુંજન પાટણવાડીયા
ઉમરેઠ નગરપાલિકા દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાં હાલ વિકાસના કાર્યો ચાલી રહ્યા છે પરંતુ આ કાર્યો થી ક્યાંક ને ક્યાંક પ્રજા હેરાન થઈ રહી હોય તેવું લાગે છે.હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે હાલ થોડા સમય પહેલા જ નગરના મેલડી માતાના મંદિર થી ગોપાલજી મંદિર સુધી ભૂંગળા નાખવાની કામગીરી થઈ હતી અને થોડા થોડા અંતરે સિમેન્ટ ના બોક્ષ બનાવીને લોખંડની જાળીઓ તથા સિમેન્ટના જાડાઈ વાળા ઢાંકણા મૂકવામાં આવ્યા છે.પરંતુ આ વિકાસ કાર્ય જે થઈ ગયું તેમાં હલકી ગુણવત્તાના ઢાંકણા મુકાયા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે જે કાર્ય ને હજી સમય જ નથી થયો ને ઢાંકણા તૂટી ને ગાબડું પડી ગયું છે.
ત્યાં થી અવરજવર કરતા લોકોને એ પ્રશ્ન સતાવી રહ્યો છે કે અહીંયા પાણી ભરાઈ જાય છે ત્યારે આ ખાડામાં કોઈક પડી જઈને નુકશાન થશે તો તેનો જવાબદાર કોણ.? ન કરે નારાયણ ને ત્યાંથી કેટલાય બાળકો અભ્યાસ અર્થે ટ્યુશન ક્લાસ જઈ રહ્યા હોય કે ઘરે જઈ રહ્યા હોય તો આ ખાડામાં પડે અને ઓછા વધારે પ્રમાણમાં નુકશાન થાય તો શું તેની જવાબદારી લેવા માટે ઉમરેઠ નગરપાલિકા તૈયાર છે!? આવા અનેકો પ્રશ્ન ત્યાં રહેતા સ્થાનિકો ને થઈ રહ્યા હોય ત્યારે જોવાનું એ રહ્યું કે ક્યારે ઉમરેઠ
નગરપાલિકા આ વિકાસનો ખાડો ફરી સારી ગુણવત્તા વાળા ઢાંકણા મૂકી ને બંધ કરશે.