ANANDUMRETH

ઉમરેઠ વિધાનસભા દ્વારા યોજવામાં આવ્યો “મતદાતા અભિવાદન સમારોહ”.

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

આજરોજ ઉમરેઠ નગરના નાસિકવાળા હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી ઉમરેઠ વિધાનસભા દ્વારા આયોજીત “મતદાતા અભિવાદન સમારોહ” નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ખાસ કરીને ઉમરેઠ વિધાનસભાના કાર્યકરોએ તનતોડ મહેનત કરીને આણંદના સાંસદ મિતેષભાઈ પટેલને વિજયી બનાવ્યા તે બદલ સાંસદ મિતેષભાઈ પટેલ એ સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.વધુમાં આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું કે આ જીત મારી નથી,આ મારા કાર્યકર્તાઓની છે એટલે જ હું ભાજપાના સંનિષ્ઠ કાર્યકર્તાઓનો દીલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.આ સમારોહમાં આણંદ જીલ્લા સંગઠન પ્રમુખ રાજેશ પટેલ,આણંદ જીલ્લા સાંસદ મિતેષભાઈ પટેલ, અમૂલ ડેરી વાઇસ ચેરમેન કાંતિભાઈ શોઢા પરમાર,પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા,જીલ્લા પંચાયત પ્રમુખ,જીલ્લા સંગઠન મંત્રી ઉમરેઠ એ.પી.એમ.સી ચેરમેન પ્રકાશભાઈ,ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહ(બેંગ્લોરી)તથા ઉમરેઠ વિધાનસભાના હોદ્દેદારો તથા ભારતીય જનતા પાર્ટી સંગઠનના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button