આણંદ સામાજિક કાર્યકર રોશનબેન દ્વારા વોર્ડ નંબર 3 અને 4 કોર્પોરેટરનું સન્માન કરવામાં આવ્યું

આણંદ સામાજિક કાર્યકર રોશનબેન દ્વારા વોર્ડ નંબર 3 અને 4 કોર્પોરેટરનું સન્માન કરવામાં આવ્યું

તાહિર મેમણ – આણંદ – 08/05/2025 – અલાના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત અલાના હાઇસ્કુલઆણંદ ખાતે કરમસદ આણંદ મહાનગર પાલિકાના વોર્ડ નંબર ત્રણ અને ચાર ના કોર્પોરેટરનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ સમયે શાળાના ટ્રસ્ટી રોશનબેન મેમણ તેમજ સેક્રેટરી શ્રી અશરફભાઈ મેમણ સાહેબે સર્વ કોર્પોરેટર નો શાબ્દિક પરિચય આપી તેમજ પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં પધારેલ કોર્પોરેટર ડૉ જાવેદ સાહેબ તેમજ સલીમશા દિવાન સાહેબે કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું જેમાં તેમણે જણાવ્યું કે પોતાના વિસ્તારમાં જે કંઈ પ્રશ્ન ઉદભવે છે અને જે કંઈ પ્રશ્નો છે એ દરેકે દરેક પ્રશ્નોને અમે બધા સાથે મળીને સત્વરે એ પ્રશ્નોનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરીશું એવી બાંહેધરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા વોરા યુમનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ શાળાના સર્વ શિક્ષકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાની ભૂમિકા ભજવી હતી.




