વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૧૬ સપ્ટેમ્બર : આગામી દિવાળીના પર્વ દરમિયાન અંજાર શહેરમાં અને શહેરની બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ આપવાના રહે છે. આ માટે જે નાગરિકો હંગામી લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓએ મામલતદાર કચેરી અંજારમાંથી નિયત અરજી ફોર્મ મેળવી, નિયત નમૂનાનું સોગંદનામું, સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સાથેની અરજી કરવાની રહેશે. આ અરજી મામલતદાર કચેરી અંજાર ખાતે તા.૦૧/૧૦/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન જમા કરાવવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં તેમ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર અંજાર બી.વી.ચાવડા દ્વારા જણાવાયું છે.