BANASKANTHAGUJARAT

પ્રજાપતિ સમાજના બે અગ્રણીઓનું ર્હદય રોગના હુમલાથી અવસાન થતા શોક છવાયો હતું.

પ્રજાપતિ સમાજના બે અગ્રણીઓનું ર્હદય રોગના હુમલાથી અવસાન થતા શોક છવાયો હતું.

પ્રજાપતિ સમાજના બે અગ્રણીઓનું ર્હદય રોગના હુમલાથી અવસાન થતા શોક છવાયો હતું.

સાંતલપુર તાલુકાના ગાંજીસર ના અને ભાભર ખાતે રહેતા ભાભર નગર પાલિકાના સદસ્ય તરીકે છેલ્લી બે ટર્મથી ભાજપા માંથી વિજેતા બનેલા મધુબેન કમલેશભાઈ પ્રજાપતિનું રવિવાર રોજ અવસાન થતા શોકની લાગણી છવાઈ હતી.ભાભર નગર પાલિકા વોર્ડ નં.-૪ માંથી સતત બે ટર્મથી ભાજપા માંથી નગર પાલિકાના સદસ્ય તરીકે સેવા આપતા મધુબેન કમલેશભાઈ નું રવિવારે સવારે અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડતા ઢળી પડતા તાત્કાલિક દવાખાને લઈ જતા પહેલા તેમનું મૃત્યુ થયું હતું.ભાભર શહેરમાં મધુબેન પ્રજાપતિ આકસ્મિક અવસાન નાં સમાચાર પ્રસરી જતાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી ભાભર નગરપાલિકામાં મધુબેન પ્રજાપતિ ગત ટર્મમાં કારોબારી અધ્યક્ષ તરીકે અઢી વર્ષ સેવા આપી હતી અને બીજી ટર્મ પુરી થવામાં ૭૦ દિવસ બાકી હતા.તેમનું હૃદય રોગના હૂમલા થી અચાનક અવસાન થતાં પ્રજાપતિ સમાજ,ભાભર નગર પાલિકા કોરોપોરેટરો,ભાભર શહેર ભાજપ અને ભાભર શહેરમાં શોકની લાગણી ફેલાઈ હતી.જયારે પાટણના અને વર્ષોથી થરા ખાતે રહી દૂધમાં સાકર ભળે તેમ સર્વ સમાજ સાથે હળીમળી રહેતા કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ પ્રજાપતિ વાસુદેવભાઈ અંબાલાલ નું સોમવારે સવારે અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડતા ઢળી પડતા તાત્કાલિક દવાખાને લઈ જતા પહેલા તેમનું મૃત્યુ થયું હતું.તેમનું હૃદય રોગના હૂમલા થી અચાનક અવસાન થતાં પ્રજાપતિ સમાજ,કોંગ્રેસ સમિતિ કાંકરેજ તાલુકામા શોકની લાગણી ફેલાઈ હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!