અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ સરકારી બી એડ કોલેજ મુકામે ઉમળકો 2025 નુ ભવ્ય આયોજન સાથે વાર્ષિકોત્સવ, દીક્ષાંત સમારોહ અને ભૂતપૂર્વ તાલીમાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મેઘરજ સરકારી બી એડ કોલેજ મુકામે ઉમળકો 2025 નુ ભવ્ય આયોજન સાથે વાર્ષિકોત્સવ, દીક્ષાંત સમારોહ અને ભૂતપૂર્વ વિધાર્થીઓના સન્માન સમારોહ મેઘરજ મુકામે યોજાઈ ગયો
મેઘરજ ખાતે આવેલ સરકારી બી એડ કોલેજ ખાતે તાલીમાર્થીઓ તેમજ કોલેજના પ્રાધ્યાપકો અને કોલેજના પ્રિન્સિપાલ ધ્વારા કોલેજના હોલ ખાતે વાર્ષિકોત્સવ તેમજ દીક્ષાંત સમારોહ અને ભૂતપૂર્વ વિધાર્થીઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલીમાર્થીઓએ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ પ્રસંગે કોલેજની પ્રવૃતિમાં વિવિધ પ્રવૃતિમાં નંબર મેળવનાર તાલીમાર્થીઓ ને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. અને સન્માન કરવામાં આવ્યા હતા.તેમજ ભૂતપૂર્વ તાલીમાર્થીઓ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકાર તેમજ તાલુકા નાયબ મામલતદાર સહીત મેઘરજ પોલીસ સ્ટેશનના પી એસ આઈ, શાળાના શિક્ષકો વાલીઓ તેમજ તાલીમાર્થીઓ અને ભૂતપૂર્વ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજ ધ્વારા ભવ્ય કાર્યક્રનુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બીએડ કોલેજના વાર્ષિકઅંક મેઘરસનું જિલ્લા શિક્ષણાધિકારી ના હાથે વિમોચન કરવામાં આવ્યું હતું.