ARAVALLIGUJARATMEGHRAJMODASA

રેલ્લાવાડામાં ફરી ચોરીનો પ્રયાસ, એક જ જ્વેલર્સ દુકાન પર ચોરીની બીજી ઘટના – ઇસરી પોલીસની નાઇટ પ્રિટોલિંગ સામે સવાલો, વિસ્તારમાં ચોરીના બનાવોમાં વધારો..!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

રેલ્લાવાડામાં ફરી ચોરીનો પ્રયાસ, એક જ જ્વેલર્સ દુકાન પર ચોરીની બીજી ઘટના – ઇસરી પોલીસની નાઇટ પ્રિટોલિંગ સામે સવાલો, વિસ્તારમાં ચોરીના બનાવોમાં વધારો..!!!


અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. ગામની લક્ષ્મી નારાયણ જ્વેલર્સ દુકાનને ચોરોએ બીજી વખત નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. આશરે 15 દિવસ પહેલાં પણ આ જ દુકાનમાં ચોરીની ઘટના બની હતી અને 1.50 લાખ રૂપિયાની ચાંદી ચોરાઈ હતી અને આજ દુકાને ફરી એક વાર ચોરીની ઘટના સામે આવી છે દુકાનદારના જણાવ્યા મુજબ ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ દુકાનનું આગળનું શટર તેમજ પાછળના ભાગે પતરું તોડી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.ઘટનાની જાણ થતાં વેપારીઓ અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.એક જ મહિનામાં રેલ્લાવાડા વિસ્તારમાં ચોરીના અનેક બનાવો સામે આવતા સ્થાનિકોમાં પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને ઇસરી પોલીસ સ્ટેશનના નાઇટ પેટ્રોલિંગ સામે પણ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક વેપારીઓએ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!