ARAVALLIGUJARATMODASA

મોડાસા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ, વધુ એક વિડિઓ થયો વાયરલ, સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતા યુવકોથી સાવધાન..!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ, વધુ એક વિડિઓ થયો વાયરલ, સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતા યુવકોથી સાવધાન..!!!

અરવલ્લીના મોડાસા શહેરમાં રાત્રી દરમિયાન બેફામ વાહન હંકારતા કેટલાક ઇસમોના કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં અર્ટિગા કાર સાથે કેટલાક લોકો રોફ જમાવતા જોવા મળતા હોવાના આક્ષેપો થયા છે. આ ઉપરાંત કેટલાક ઇસમો પોતાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે રજૂ કરી દાદાગીરી કરતા હોવાની પણ ચર્ચા છે.

મોડાસા શહેરમાં રાત્રીના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તાઓ પર પુરઝડપે વાહનો હંકારવામાં આવતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. વાયરલ થયેલા અર્ટિગા કારના વીડિયો બાદ શહેરમાં અકસ્માતનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.ગત રાત્રિના વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક ઇસમો દારૂના નશામાં હોવાનું જણાતું હોવાના આક્ષેપો થયા છે. મળતી માહિતી મુજબ વીડિયો સાબરમતી CNG વિસ્તારનો હોવાનું કહેવાય છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ થવાની બાકી છે.સીએનજી ભરાવવા માટે સામાન્ય લોકો લાઈનમાં ઉભા હોય ત્યારે કેટલાક લોકો રોફ જમાવી લાઈન તોડીને આગળ ઘૂસી જતા હોવાના આક્ષેપોને લઈને હોબાળો થયો હોવાની પણ ચર્ચા છે.શહેરમાં જાહેર રસ્તાઓ પર બેફામ ડ્રાઇવિંગ, દાદાગીરી અને સોશિયલ મીડિયાના નામે રોફ જમાવવાની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે.હવે સવાલ એ છે કે વાયરલ વીડિયો અને તેમાં દેખાતા ઇસમોની હકીકત શું છે..? શું ખરેખર દારૂના નશામાં વાહન ચલાવવામાં આવી રહ્યું હતું..? અને જાહેર રસ્તા પર રોફ જમાવનારાઓ સામે પોલીસ શું કાર્યવાહી કરશે? તે જોવું રહ્યું.

Back to top button
error: Content is protected !!