BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ‘પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી અભિયાન’ હેઠળ સ્વચ્છતા ડ્રાઇવ અને જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

29 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ અને અંબાજી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ‘પ્લાસ્ટિક મુક્ત સ્વચ્છ અંબાજી અભિયાન’ હેઠળ સ્વચ્છતા ડ્રાઇવ અને જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો યાત્રાધામ અંબાજીમાં લાખોની સંખ્યામાં યાત્રિકો પધારે છે. યાત્રિકો ઉપરાંત અંબાજીના રહેવાસીઓ, વેપારીઓમાં સ્વચ્છતા જાગૃતિ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. અંબાજી ગ્રામજનો અને વેપારીઓ સાથે સ્વચ્છતા જાગૃતિ માટે અગાઉ બેઠક કરવામાં આવેલ. યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત કરી સ્વચ્છ અંબાજી કરવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી કૌશિક મોદીની આગેવાનીમાં સમગ્ર અંબાજીમાં સફાઈ ડ્રાઇવ જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો.
અંબાજી ગ્રામ પંચાયતના સફાઈ કર્મીઓ તથા અંબાજી સત્તામંડળની સફાઈ એજન્સીના કર્મીઓ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું. અંબાજીના દુકાનદારોને સફાઈ ડ્રાઇવથી અવગત કરી સધન સફાઈ ઝુંબેશ કરવામાં આવી. આજના આ સફાઈ કાર્યક્રમથી જન જાગૃતિ અભિયાન કરી યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવા અને જરૂરી સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી. સફાઈ અભિયાનના આ કાર્યક્રમમાં અંબાજી ગ્રામ પંચાયત, અંબાજી વિકાસ વિસ્તાર સત્તા મંડળ , અંબાજી મંદિરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. તસવીર -અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ

Back to top button
error: Content is protected !!