ARAVALLIGUJARATMODASA

અરવલ્લી સાયબર ક્રાઈમનો મોટો પર્દાફાશ : 71 ફરિયાદો, ₹ 1.85 કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો – “MAA Education and Charitable Trust”ના બેંક ખાતાનો કરાયો ઉપયોગ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી સાયબર ક્રાઈમનો મોટો પર્દાફાશ : 71 ફરિયાદો, ₹ 1.85 કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો – “MAA Education and Charitable Trust”ના બેંક ખાતાનો કરાયો ઉપયોગ

અરવલ્લી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો ભાંડો ફોડ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે “MAA Education and Charitable Trust”ના નામે ખોલાયેલા બે બેંક ખાતાઓનો ઉપયોગ દેશભરના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવામાં આવી રહ્યો હતો

સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં કેનરા બેંક અને એક્સિસ બેંકના બે ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર કુલ 71 અરજીઓ નોંધાયેલી હોવાનું બહાર આવ્યું છે.આ બંને ખાતાઓમાં મળીને અંદાજે ₹ 1.85 કરોડથી વધુની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે, જે વિવિધ રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.તપાસ દરમિયાન ટ્રસ્ટના પ્રોપ્રાયટર મનિષકુમાર ગજેન્દ્રભાઈ ઉપાધ્યાયે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે કમિશનની લાલચે પોતાના બેંક ખાતા અને ક્યૂઆર કોડ અન્ય વ્યક્તિઓને આપ્યા હતા.બદલામાં તેને જમા થતી રકમમાંથી 7 ટકા કમિશન મળતું હતું. વધુમાં એક્સિસ બેંકના ખાતાનું નેટ બેંકિંગ યુઝર આઈડી, પાસવર્ડ અને OTP પણ અન્ય વ્યક્તિઓને આપ્યા હોવાનું બહાર આવ્યું છે.તેના બદલામાં તેને ₹ 25 લાખ કમિશનનું વચન અને ₹ 50 હજાર રોકડ એડવાન્સ આપવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

પોલીસ તપાસમાં વિષ્ણુ ઠાકોર, આઝાદ, જીગર ચૌધરી અને સચીન નામના વ્યક્તિઓની સંડોવણી પણ સામે આવી છે.આ તમામ વ્યક્તિઓએ મળીને સાયબર ફ્રોડના નાણાં વિવિધ ખાતાઓમાં જમા કરાવી ત્યારબાદ રોકડ ઉપાડી અથવા ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડ્યાનો આરોપ છે.સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ છેલ્લા નવ મહિનાથી આ પ્રવૃત્તિમાં સક્રિય હતા અને સાયબર ગુનાહિત ગેંગના સભ્ય તરીકે કામ કરતા હતા. દેશભરના નાગરિકો સાથે થયેલા ઓનલાઈન ઠગાઈના નાણાં આ ખાતાઓ મારફતે હેરફેર કરવામાં આવતા હતા.આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, અરવલ્લી ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર નેટવર્ક અને મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!