ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લા ક્લેક્ટર મિલિન્દ બાપનાએ મોડાસા શહેરના ઘન કચરા વ્યવસ્થાપન યુનિટની મુલાકાત લીધી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા ક્લેક્ટર મિલિન્દ બાપનાએ મોડાસા શહેરના ઘન કચરા વ્યવસ્થાપન યુનિટની મુલાકાત લીધી

આગામી સમયમાં મોડાસા શહેર માટે તૈયાર થશે અત્યાધુનિક ઘન કચરા વ્યવસ્થાપન યુનિટ

અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ મોડાસા શહેરના ઘન કચરા વ્યવસ્થાપન યુનિટની મુલાકાત લીધી. તેમણે હાલમાં કામચલાઉ ધોરણે કાર્યરત ઘન કચરા વ્યવસ્થાપન યુનિટની મુલાકાત લીધી. સ્થળ પર ચાલતી વ્યવસ્થાપનની કામગીરી અંગે પણ માહિતી મેળવી.

આ ઉપરાંત તેમને આગામી સમયમાં નવી બનવા જઈ રહેલી વેસ્ટ ડિસ્ટીબ્યુશન સેન્ટરના સ્થળની પણ મુલાકાત કરી. આ સ્થળની પસંદગી માટેના સ્થળોની મુલાકાત કરી. નવીન યુનિટમાં SWM RULES 2026 મુજબ કામગીરી કરવા પણ સૂચના આપી. તો નવીન સાઇટમાં MRF સેન્ટર અને બાયો મેથેનાઇઝેશન પ્લાન્ટ બનાવાવ અંગે પણ સૂચન કર્યા. ઉલ્લેખનીય છેકે આ નવીન ઘન કચરા વ્યવસ્થાપન યુનિટ થકી શહેરના ઘન કચરાના નિકાલની ૧૦ વર્ષ જૂની મોટી સમસ્યાનું સમાધાન થશે.

 

Back to top button
error: Content is protected !!