
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ
અરવલ્લી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધનસુરા ખાતે ઉજવણી કરવામાં આવશે, સહકારી જીન, ધનસુરા ખાતે કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લામાં ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે સહકારી જીન, ધનસુરા ખાતે રિહર્સલ કરવામાં આવ્યુ.જે અંતર્ગત જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના દ્વારા જરૂરી સૂચનો આપીને સુચારુ રૂપે આયોજન થાય તેવી ચર્ચા કરવામાં આવી.પોલીસ વિભાગ દ્વારા પરેડ કરવામાં આવી અને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ધનસુરા તાલુકા ખાતે થવાની છે. જે અંતર્ગત આજે તમામ તૈયારીઓ કરવામાં આવી છે જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને સુંદર આયોજન થાય તે માટે જરૂરી સૂચનો અને મુખ્ય વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી. અરવલ્લી જિલ્લાવાસીઓ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ના ધનસુરા ખાતેના કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લેવા જિલ્લા વહીવટી તંત્ર જાહેર આમંત્રણ પાઠવે છે.





