ARAVALLIGUJARATMODASA

અરવલ્લી | દેશભક્તિના રંગે રંગાયા આસ્થાના ધામ, સાકરીયા હનુમાનજી  અને શામળાજી મંદિર ખાતે ભવ્ય શણગાર 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી | દેશભક્તિના રંગે રંગાયા આસ્થાના ધામ, સાકરીયા હનુમાનજી  અને શામળાજી મંદિર ખાતે ભવ્ય શણગાર

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ અરવલ્લી જિલ્લાના ધાર્મિક સ્થળો પણ દેશભક્તિના રંગે રંગાયા છે. મોડાસાના સાકરીયા હનુમાનજી મંદિર ખાતે ભગવાન હનુમાનજીને ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરને પણ ત્રિરંગાના રંગોથી શણગારવામાં આવ્યું છે.

ગુજરાતનું એકમાત્ર સુતેલા હનુમાનજીનું મંદિર સાકરીયા ખાતે આવેલું છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અહીં વિશેષ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.બીજી તરફ અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પણ દેશભક્તિના રંગે રંગાયું છે. શામળિયાને ત્રિરંગાના રંગોના વિશેષ વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે. સ્વાતંત્ર્ય પર્વને લઈ મંદિર પરિસરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.ત્રિરંગાના શણગારમાં શામળિયાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા અને દેશભક્તિના માહોલ વચ્ચે ભગવાનના દર્શન કર્યા હતા.

Back to top button
error: Content is protected !!