અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : પોલીસે હેવાનીયતની હદ વટાવી, યુવાનોને ઢોર માર માર્યો, પત્ની સાથે દુર્વ્યવહારનો આક્ષેપ
અરવલ્લી પોલીસે હેવાનીયત ની હદ વટાવ્યાનો યુવાનો દ્વારા આક્ષેપ કરાયો છે. પોલીસકર્મીઓએ પકડાયેલા આરોપી બે યુવાનોને ઢોર માર મારી રૂપિયા પડાવ્યા.
અરવલ્લી પોલીસે હેવાનીયત ની હદ વટાવ્યાનો યુવાનો દ્વારા આક્ષેપ કરાયો છે. પોલીસકર્મીઓએ પકડાયેલા આરોપી બે યુવાનોને ઢોર માર મારી રૂપિયા પડાવ્યા. પીડિત યુવાનોએ પોલીસકર્મીઓ પર આ આક્ષેપ કરતા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખતિમાં ફરિયાદ કરી. યુવાનોએ ફરિયાદમાં જણાવ્યું કે તેમના પર પોલીસકર્મીઓ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો. તેમજ એક યુવકની પત્ની સાથે પણ પોલીસકર્મીએ દુર્વ્યવહાર કરી રૂપિયાની માંગણી કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી પોલીસે દારૂના બે ક્વાર્ટર સાથે પકડાયેલા યુવાનને માર માર્યાની ઘટના સામે આવી. પોલીસકર્મીઓએ પકડાયેલા બે યુવાનોને જંગલ વિસ્તારમાં અવાવરું જગ્યા પર લઈ જઈ ઢોર માર માર્યો. તેમજ યુવાનોની 70 હજાર સહિતની અંગત વસ્તુઓ પણ પોલીસે લૂંટી લીધી હતી. પોલીસકર્મીઓએ પેશાબ પીવડાવવાની કોશિશ કર્યાનો યુવાનોએ આક્ષેપ કર્યો. ફરિયાદ કરનાર યુવાનોનું કહેવું છે કે પોલીસકર્મીઓ પોતે જ દારૂ પીને તેમને મારતા હતા તેમજ પત્નીને પણ બીભત્સ શબ્દો બોલ્યા હતા.
પોલીસે હેવાનીયતની હદ વટાવી, યુવાનોને ઢોર માર માર્યો, પત્ની સાથે દુર્વ્યવહારનો આક્ષેપ
રાજ્યમાં પોલીસ લોકોની સુરક્ષા અને કાયદા નિયમનની કામગીરી પર ધ્યાન રાખે છે. પરંતુ અરવલ્લીના પોલીસર્કમીઓએ ખાખી વર્દી પર લાંછન લગાડ્યું છે. દારૂ કેસમાં પકડાયેલા બે યુવાનોને પોલીસકર્મીએ એટલો બધો ઢોર માર માર્યો કે યુવકની હાલત ગંભીર થઈ. અને તેને હોસ્પિટલ દાખલ કરી લોહીની બોટલો પણ ચઢાવવામાં આવી રહી છે.
મહત્વનું છે કે ફરી એક વાર પોલીસ પર આક્ષેપ લાગ્યા છે અને પોલીસ કર્મીઓ ખુદ પણ દારૂ પીને મારતો હોવાના આક્ષેપ કરાયા છે. પીડિત યુવકની હાલ હાલત ગંભીર છે SPને લેખિતમાં ફરિયાદ કરાઈ છે કેવા પ્રકારના પગલાં લેવાયા છે. પોલીસકર્મીઓની તાનાશાહી પર યુવનાઓએ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં ફરિયાદ કરી. આ મામલાની નોંધ લેતા ખાતાકીય કામગીરી હાથ ધરવામાં આવી છે.