ARAVALLIMODASA

અરવલ્લીમાં ૪ વર્ષથી વિખુટી પડેલી મહિલાનું પરિવાર સાથે પૂનઃસ્થાપન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી.   

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં ૪ વર્ષથી વિખુટી પડેલી મહિલાનું પરિવાર સાથે પૂનઃસ્થાપન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર અરવલ્લી.

જિલ્લા કલેક્ટરશની અધ્યક્ષતા હેઠળ તથા સખી વન સ્ટોપ સેન્ટરના નોડલ અધિકારી જિલ્લા મહિલા અને બાળ અધિકારી મન્સુરી હાસીના મેડમ ના માર્ગદર્શન હેઠળ ચાલતા સખી વન સેન્ટર અરવલ્લી ખાતે એક માનસિક રીતે અસ્વથ્ય હાલતમા બેન ને આશ્રય આપવામાં આવેલ ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ દ્વારા મહિલાને જરૂરિયાતનીં કિટ તથા કપડાં આપી નવડાવી સ્વસ્થ કરવામાં આવેલ તેમજ બેન શારીરિક રીતે પણ અસ્વસ્થ જાણતા તેવોને તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં જઈ સારવાર અપાવેલ તેમજ મેડિકલ ચેકઅપ કરાવી બેનનું હીમોગ્લોબિન ઓછું હોવાનું જણાઈ આવેલ લોહતત્વની દવા ચાલુ કરાવી તેમજ તાત્કાલિક માનસિક રોગની સારવાર પણ શરૂ કરવામાં આવેલ ત્યારબાદ બેનનું કાઉન્સિલિંગ કરતા આવેલ મહિલા વિજાપુર તાલુકાના કોટડી ગામના હોવાનું જાણવા મળ્યું હતું. કોટડી ગામ ના એક સામાજિક આગેવાન નો સંપર્ક કરતા અને બેન જોડે વાતચીત કરાવતા તેવો કોટડી ગામ ના એક પરા ના છે એવું જણાવતા હતા અને અને ત્યારથી બેન ના પરિવાર નું સરનામું મળી આવ્યું હતું તેમજ બેન છોકરા ની મોબાઈલ નંબર મળી આવેલ હતો ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક ચૌધરી શ્રધ્ધા બેન દ્વારા તેમના દીકરા જોડે વાત કરતા જાણવા મળ્યું કે બેન 4 વર્ષ પહેલાં ઘરે થી નીકળી ગયા હતા અને હજી સુધી કોઈ માહિતી મળેલ ન હતી.બેન નો પરિવાર બેન ને લેવા માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તારીખ 17-06-2024 ના દિવસે લેવા આવવા માટે જણાવતા હતા .તારીખ 17-06-2024 ના રોજ સખીવન સ્ટોપ સેન્ટર અરવલ્લી ખાતે મહિલાને લેવા માટે તેમનો દીકરો અને દીકરી તેમજ સામાજિક આગેવાનો આવેલ અને ચાર વર્ષ પછી માતા સાથે તેમના સંતાનો નું મિલન થતા બધા ની આંખો માં હર્ષ નાઆંસુ સારી પડ્યા હતા.બેન ના પરિવાર એ સખી વન સ્ટોપ સેન્ટર ના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button