ARAVALLIMEGHRAJ

મેઘરજ : ભ્રષ્ટાચારનું બીજું ગરનાળુ.! લ્યો બોલો એક વર્ષથી રીપેરીંગ જ નથી કર્યું, ગરનાળાનું બિલ પણ પૂરેપૂરું પાસ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ભ્રષ્ટાચારનું બીજું ગરનાળુ.! લ્યો બોલો એક વર્ષથી રીપેરીંગ જ નથી કર્યું, ગરનાળાનું બિલ પણ પૂરેપૂરું પાસ

હવે તો હદ થઇ ગઈ છે કયારે જાગશે ગુજરાતના જવાદાર અધિકારીઓ ની આંખો કે પછી હજુ આંખો એ પાટા બાંધીને જ રાખશો કે પછી AC ની હવા ખાવામાં મસ્ત રહેશો દિવસે દિવસે રસ્તા, પાણી, ગરનાળુ, બોર, આ બધી બાબતો માં ભ્રષ્ટાચાર ભરાયેલો જોવા મળતા હવે થયેલ કામો જ એનો જાગતો પુરાવો બહાર લાવે છે.પરંતુ આ બધી બાબતો વચ્ચે નવાઈ ની વાત એ છે કે અધિકારીઓ થી લઇ ને SO કોઈ વાત સ્વીકારવા તૈયાર થતા નથી.

વાત છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલ સરકારી કામો જ્યાં મહિના પહેલા જ ગ્રામ્ય વિસ્તારમાં હલકી ગુણવતા નું ગરનાળુ બનાવી 4 લાખનું બિલ પાસ કરી દીધું હતું અને હવે એજ ગરનાળુ રીપેરીંગ કરી જાતે જ ભ્રષ્ટાચારરૂપી કામ થયું હોય તેવું સાબિત કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે તો હવે મેઘરજ તાલુકાનું બીજું એક એવું ગરનાળુ સામે આવ્યું છે ગરનાળા પર ઉપરની બાજુએ બેસી ગયું છે અને તૂટી ગયું છે છતાં કોઈને દેખાતું નથી ત્યારે જે ગામમાં ગરનાળુ બનાવેલ છે તે ગામના જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર આ ગરનાળુ એ વર્ષ પહેલા બનાવેલ છે પરંતુ હજુ ગરનાળાનું રીપેરીંગ કામ જે તે વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી ત્યારે હવે આ ગરનાળા ને જોઈ ને એવું લાગે છે કે તંત્ર ની લાલિયાવાડી જોવા મળી રહી છે. સવાલો તો ઘણા છે શું ગરનાળુ જે તે વિભાગની ગ્રાન્ટમાંથી બનાવામાં આવ્યું તેનું બિલ પણ પાસ થઇ ગયું હશે…? સરકારી કામો ની આવી હાલત જોઈ એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં શું નહિ થાય.!આંખો આગળ આવું કામ દેખાવા છતાં જિલ્લા થી લઇ ને તાલુકા સુધી કોઈ જવાદાર અધિકારી તપાસ કેમ નથી કરતા.અંધેરી નગળી માં શું ગંડુ રાજા જેવી તો વાત નથી ને…? જાગો તંત્રના જવાદારી અધિકારીઓ અને થતો ભ્રષ્ટાચાર અટકાવો

Back to top button
error: Content is protected !!