BANASKANTHAPALANPUR

પાલનપુર તાલુકાની શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રાથમિક શાળાના ૩૨માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

16 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત શ્રીમતી એસ.સી.સાળવી અને શ્રીમતી એમ.એસ.સાળવી પ્રા.શાળાના સ્થાપનાને ૩૧ વર્ષ પૂર્ણ થતાં શાળા પરિવાર દ્વારા શાળાના ૩૨મા જન્મદિન ની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી.આ પ્રસંગે બ.કાં.નાયબ કલેકટર પી.સી.દવે, પાલનપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેતલબેન રાવલ,સી.આર.સી. હર્ષદભાઈ ત્રિવેદી, મનસુખભાઇ પ્રજાપતિ,મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ, ઉપપ્રમુખ પ્રકાશભાઇ ગામી,મંત્રી જયંતિભાઇ ઘોડા સહિત મંડળના તમામ પદાધિકારીઓ તેમજ મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.સાળવી પ્રા.શાળાના જન્મદિન ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે કેક કટીંગ કરવામાં આવી હતી. તદઉપરાંત, શાળામાં યોજાયેલ ગણિત -વિજ્ઞાન પ્રદર્શનમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના સિનિયર શિક્ષિકા અને ધો.૧ થી ૪ ના સુપરવાઇઝર પિનાબેન ડેરિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત સહિત સમગ્ર સ્ટાફના સહકાર થી કરવામાં આવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!