
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના કંભરોડા ખાતે 21 ફૂટ હનુમાન પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા – ભવ્ય મહોત્સવમાં સંતો-મહંતો અને હજારો ભાવિકોની ઉપસ્થિતિ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંભરોડા ગામે આવેલ લકુલીશ યોગાશ્રમ ખાતે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે અરવલ્લી જિલ્લાના સૌથી મોટી ગણાતી 21 ફૂટ ઊંચી હનુમાનજી મહારાજની પ્રતિમાની વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી હતી.આ અવસરે પાંચ કુંડી મહાયજ્ઞ તથા સંત સંમેલન યોજાયું હતું. જેમાં પૂજ્ય પ્રિતમ મુનિજી સહિત 21 મહંતશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભાવિકોને આશીર્વચન આપ્યા હતા. યજ્ઞ અને ધાર્મિક વિધિઓ દરમિયાન સમગ્ર યોગાશ્રમ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો.કાર્યક્રમમાં ગુજરાત સરકારના આદિવાસી વિકાસ મંત્રી P.C. Baranda વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અરવલ્લી જિલ્લા સંગઠન પ્રમુખ તેમજ પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય Mahendra Baraiya પણ હાજર રહ્યા હતા. મહાનુભાવોએ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાના જતન માટે આવા આયોજનોને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.મહોત્સવ અંતર્ગત મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય માહોલ વચ્ચે પૂર્ણ થયો હતો





