
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – મોટી ઈસરોલ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા ધાર્મિક સત્સંગ મેળાવડાનું આયોજીત કરવામાં આવ્યો

મોડાસા અડા આઠમ આંજણા ચૌધરી સમાજ ના મોડાસા તાલુકાના મોટી ઈસરોલ ગામે આજે સવારે સમસ્ત ગ્રામજનો દ્વારા ધાર્મિક સત્સંગ મેળાવડાનું આયોજીત કરવામાં આવ્યો છે જેમાં શ્રીમદ પરમ પૂજ્ય રામજીબાપા બાપાનું ગામમાં આગમન થતા ગ્રામજનો અને ભક્તો દ્વારા ભવ્ય સામયું કરવાની સાથે સંતશ્રીનો ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી મોટી ઈસરોલ ગામમાં ધાર્મિક સત્સંગ મેળાવડા અને રામજીબાપા મુખે સત્સંગનો લ્હાવો લેવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યાં રામજીબાપ હસ્તે પંખીઘર તેમજ પશુ પંખી પાણી પીવા માટે હવાર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્યાં આ સત્સંગ મેળાવડા માં આસપાસ પંથકના વડીલો તેમજ અડા આઠમ ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મોટી ઈસરોલ ગ્રામજનો દ્વારા બીજી વાર આ સત્સંગ મેળાવડા નું આયોજન કરી ગ્રામજનો અને ભક્તો ધન્યતા અનુભતા જોવા મળ્યા હતા





