ARAVALLIMEGHRAJ

મેઘરજ-  યુવતીની છેડતીનો વિરોધ કરતા પતિ પર ધારીયાથી હુમલો, એક સામે ગુનો નોંધાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ-  યુવતીની છેડતીનો વિરોધ કરતા પતિ પર ધારીયાથી હુમલો, એક સામે ગુનો નોંધાયો

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ખેતરમાં એકલી કામ કરતી પરિણીતાની છેડતી અને તેના પતિ પર હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ઘટનાને લઈને મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

ફરિયાદ મુજબ, તા. 29 જૂનના રોજ બપોરે આશરે 12 વાગ્યે ફરિયાદી મહિલા પોતાના ખેતરમાં એકલી કામ કરતી હતી. તે દરમિયાન લીંબોદરા ઢુંઢા ગામના જગદીશભાઈ મોહનભાઈ ડામોર ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીએ મહિલાનો હાથ પકડી “તું મને બહુ ગમે છે, તું ઘણા સમયથી મારી નજરમાં હતી” કહી શારીરિક માંગણી કરી હતી. ત્યારબાદ આરોપીએ મહિલાની સાડી ખેંચવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.મહિલાએ બુમાબુમ કરતાં તેના પતિ ત્યાં દોડી આવ્યા હતા. પતિએ વિરોધ કરતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી પોતાની પાસે રહેલા ધારીયાથી પતિને જમણા પગની એડીના ભાગે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બુમાબુમ સાંભળી પરિવારના અન્ય સભ્યો સ્થળ પર પહોંચતાં આરોપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો ત્યાંથી ફરાર થઈ ગયો હતો.ઈજાગ્રસ્તને નજીકના ખાનગી દવાખાને સારવાર અપાઈ હતી. બાદમાં સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા ફરિયાદી મહિલા પોતાના પતિ અને સસરા સાથે મેઘરજ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી.મેઘરજ પોલીસે ફરિયાદના આધારે આરોપી જગદીશભાઈ મોહનભાઈ ડામોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!