GIR SOMNATHGUJARATSUTRAPADA

ગીર સોમનાથ એલસીબી એ દારૂની મહેફિલ અને જુગાર પકડી પાડ્યા પ્રાઇવેટ ફોર્મ નું નામ પણ *ગીર સોમનાથ* જ છે

જાણવા મળતી વિગત મુજબ જુનાગઢ રેન્જ IGP ઝાઝડીયા તેમજ ગીર સોમનાથ જિલ્લા એસપી શ્રી જાડેજા તેમજ ના. પો. અધિ. ખેંગાર ના ઓની દારૂ જુગાર ની બદીઓ દૂર કરવા કડક સૂચનાઓ થયેલ હોય જેને લઈને ગીર સોમનાથ એલસીબી બ્રાન્ચ ના ઇન્ચાર્જ પી.આઇ વી.કે ઝાલા સતત એક્ટિવ રહી કામગીરી કરતા હોય. જ્યારે તેઓને તેમના સોર્સિસ દ્વારા બાદની મળેલ હોય કે
તાલાળા ના ભોજદે ગીર નજીક આવેલ”ગીર સોમનાથ ફાર્મ હાઉસ એન્ડ રિસોર્ટ ખાતે જુગારની મહેફિલ જામી છે. આ બાતમીના આધારે શ્રી પીઆઇ ઝાલાએ તેમની આગવી પદ્ધતિથી માહિતી મળેલ સ્થળે પહોંચી દરોડો પાડી અને જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી પડ્યા હતા. જાણવા મળતી વિગત મુજબ આ ત્રણેય શકશો રાજકોટના હોય જેમના નામ યશપાલસિંહ મોરી, અક્ષય સિંહ રાઠોડ, ભાવિન ગોહિલ નાઓને જુગાર રમતા રંગે હાથે પકડી પાડ્યા હતા. તેમજ વધુ માહિતી એકઠી કરી અને રિસોર્ટના સંચાલક કપિલ ચોવટીયા રહે જામનગર વાળા ને પણ પકડી પાડી તમામ વિરુદ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ પ્રોહી. ઍક્ટ ની કલમ૬૬(૧) બી,૬૫(એ)(એ),૮૬, ૭૫(એ),૮૧ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે
નિષ્ઠાવાન એલસીબી પીઆઇ ઝાલા સાહેબ તેમજ તેમના સ્ટાફ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું તેને લોકો તરફથી બિરદાવવામાં આવેલ છે. ઠેર ઠેરથી તેમના ઉપર અભિનંદન ની વર્ષાઓ થઈ છે આ ઘટના બાદ તાલાળા થી સીધી ગાંધીનગર પણ ઘંટડી વાગવા માંડેલ હતી પણ નિષ્ઠાવાન પીઆઇ ઝાલા સાહેબે કોઈપણની પરવા કર્યા વગર કાયદેસરને કાર્યવાહી કરી અને ગુનો આચારતા ઇસમોને જેલ હવાલે કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!