
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – શ્રી સી જી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ખાતે પ્રવેશોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

અરવલ્લી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન-2026નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. મોડાસાની શ્રી સી જી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કુલ 98 રૂટ પર 13 હજાર 500થી વધુ બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. ટી. નટરાજનની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણના મહત્ત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન-2026નો ધમાકેદાર પ્રારંભ થયો છે. મોડાસાની શ્રી સી જી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવા વિદ્યાર્થીઓને તિલક કરીને, ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવી આવકારવામાં આવ્યા હતા.જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે જિલ્લાના 98 રૂટ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે 13 હજાર 500થી વધુ બાળકોને બાલવાટિકા અને ધોરણ-09 અને 11 માં પ્રવેશ અપાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.કાર્યક્રમમાં ઉપસ્થિત એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. ટી. નટરાજને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. સાથે જ સરકારની શિક્ષણલક્ષી યોજનાઓનો લાભ લેવા વાલીઓને અપીલ કરી હતી.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે, બિપીનભાઈ શાહ, મંત્રી ડૉ. આર.સી. મહેતા, માનદ મંત્રી કે.કે. શાહ, દાતા કિરીટભાઈ બી. શાહ, આચાર્ય મયંકભાઈ ભટ્ટ સહિત આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શાળા પ્રવેશોત્સવના આ પ્રારંભ સાથે સમગ્ર જિલ્લામાં નવા શૈક્ષણિક વર્ષની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.




