ARAVALLIMODASA

મોડાસા – સાકરિયા ધામ ખાતે સૂતેલા હનુમાનજી મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર, ભક્તોની ભારે ભીડ ઉમટી – દાદાને સોનાની ગદા અર્પણ કરાઈ 

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

મોડાસા – સાકરિયા ધામ ખાતે સૂતેલા હનુમાનજી મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર, ભક્તોની ભારે ભીડ ઉમટી – દાદાને સોનાની ગદા અર્પણ કરાઈ

મોડાસા નજીક આવેલા સાકરિયા ધામ ખાતે ગુજરાતના એકમાત્ર સૂતેલા હનુમાનજી મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે અરવલ્લી સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં ભારે ભક્તિમય માહોલ સર્જાયો હતો.જીર્ણોદ્ધાર પ્રસંગે સૂતેલા હનુમાન દાદાને સોનાની નવી ગદા અર્પણ કરવામાં આવી હતી. સાથે જ મોર મુકુટ સાથે ભીડ ભંજન દેવનો અલૌકિક શણગાર કરવામાં આવતા ભક્તો ભાવવિભોર બની ગયા હતા. મંદિર પરિસરમાં ભવ્ય સજાવટ કરવામાં આવી હતી અને દિવ્ય દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.કાર્યક્રમ દરમિયાન ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉજાસમય બન્યું હતું. ભક્તોએ જય શ્રી રામ અને હનુમાનજીના જયકારો સાથે આનંદ વ્યક્ત કર્યો હતો

 

આ પ્રસંગે પ્રખ્યાત કથાકાર જિજ્ઞેશદાદાના ભજન અને સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ હાજરી આપી હતી. ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર સાકરિયા ધામ ભક્તિરસમાં તરબોળ થઈ ગયું હતું.સ્થાનિક ટ્રસ્ટ અને આયોજકો દ્વારા કરવામાં આવેલી સુવ્યવસ્થિત આયોજનને ભક્તોએ પ્રશંસા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Back to top button
error: Content is protected !!