ARAVALLIMEGHRAJMODASA

અરવલ્લી જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું : ભિલોડા અને મેઘરજમાં પવનનો પ્રકોપ, વીજતાર ટકરાતા આગની ઘટના

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું : ભિલોડા અને મેઘરજમાં પવનનો પ્રકોપ, વીજતાર ટકરાતા આગની ઘટના

અરવલ્લી જિલ્લામાં સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભિલોડા અને મેઘરજ તાલુકામાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું. ભિલોડા તાલુકામાં ભારે પવન સાથે નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી ઊઠી હતી, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા અચાનક અંધારું છવાઈ ગયું હતું અને વાતાવરણ ભયજનક બની ગયું હતું.

મેઘરજ તાલુકામાં પણ જોરદાર પવનના કારણે પરિસ્થિતિ બેકાબૂ જેવી બની ગઈ હતી. પવનના જોરથી વીજતારો એકબીજા સાથે ટકરાતા ચમકારા અને આતશબાજી જેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે મુખ્ય માર્ગો પર ભયનો માહોલ ફેલાયો હતો. થોડા સમય માટે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.આ દરમિયાન મેઘરજ તાલુકાના જીતપુર ગામે વીજતાર ટકરાતા નીકળેલા તણખલા લીલા લીમડાના ઝાડ પર પડતા આગ લાગી હતી. આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી, જોકે સમયસર નિયંત્રણમાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.આ અચાનક મોસમી પલટાને કારણે સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે ગભરાટનું માહોલ સર્જાયું હતું, પરંતુ હાલ સ્થિતિ સામાન્ય બની ગઈ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!