ARAVALLIMODASA

મોડાસામાં ભાજપ કાર્યાલયમાં શેડ માટે સરકારી ગ્રાન્ટમાંથી સાત લાખથી વધુ રકમનો ઉપયોગ કર્યાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં ભાજપ કાર્યાલયમાં શેડ માટે સરકારી ગ્રાન્ટમાંથી સાત લાખથી વધુ રકમનો ઉપયોગ કર્યાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો

મોડાસા ખાતે આવેલા ભાજપના કાર્યાલયમાં અંદાજે સાત લાખથી થી વધુ રૂપિયાનો શેડ નાખવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. મળતી વિગતો મુજબ આ ખર્ચ પક્ષના ફંડમાંથી નહીં, પરંતુ સરકારી વિવેકાધીન ગ્રાન્ટ અને પ્રભારી મંત્રીની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.આક્ષેપ મુજબ જે ગ્રાન્ટનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી, પ્રાથમિક શાળાઓ, આરોગ્ય સુવિધાઓ અને રસ્તાઓ માટે થવો જોઈએ, તે એક રાજકીય પક્ષના ખાનગી કાર્યાલય માટે વપરાયો હોવો લોકશાહી મૂલ્યો સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ મામલે નાણાકીય અનિયમિતતા અને સત્તાનો દુરુપયોગ થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આ મુદ્દે પ્રતિક્રિયા આપતા આશુતોષ રાઠોડે જણાવ્યું હતું કે એક તરફ રાજેન્દ્રનગર–મોડાસા રોડ વર્ષોથી અધૂરો છે, સિવિલ હોસ્પિટલનું કામ લટકાયેલું છે અને જિલ્લામાં યુનિવર્સિટી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, ત્યારે શાસકો પ્રજાના હિતના કામો કરતા પક્ષના કાર્યાલયને સજાવવા વધુ મહત્વ આપી રહ્યા છે. તેમણે આને “પ્રજાના ટેક્સના પૈસાની ઉઘાડી લૂંટ” ગણાવી હતી.હાલ આ સમગ્ર મામલે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી શકે છે.આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પણ આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે મતદારો વિકાસના મુદ્દાઓને પ્રાધાન્ય આપે છે કે આવા આક્ષેપો વચ્ચે રાજકીય પક્ષોને પસંદ કરે છે.

Back to top button
error: Content is protected !!