
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ ‘માય થેલી’ પ્રોગ્રામ એક પર્યાવરણલક્ષી અને સામાજિક સશક્તિકરણનું અનોખું ઉદાહરણ

અરવલ્લી નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ ‘માય થેલી’ પ્રોગ્રામ એક પર્યાવરણલક્ષી અને સામાજિક સશક્તિકરણનું અનોખું ઉદાહરણ છે, જે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને નવી દિશા આપી રહ્યું છે. આ પહેલ હેઠળ, સખી મંડળની બહેનો જૂના અને બિનઉપયોગી કપડાંમાંથી આકર્ષક, ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ થેલીઓ તૈયાર કરી રહી છે. આ કાર્યક્રમ માત્ર પર્યાવરણનું જતન કરવા માટે જ નહીં, પરંતુ સ્થાનિક મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે પણ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.‘માય થેલી’ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગને ઘટાડીને પર્યાવરણને નુકસાનથી બચાવવાનો છે. સખી મંડળની બહેનો દ્વારા સ્થળ પર જ જૂના કપડાંમાંથી રંગબેરંગી, સ્ટાઇલિશ અને ઉપયોગી થેલીઓ બનાવવામાં આવે છે. આ થેલીઓ પર્યાવરણને અનુકૂળનીસાથે ગુણવત્તા અને ડિઝાઇનની દૃષ્ટિએ પણ બજારમાં ઉપલબ્ધ થેલીઓને ટક્કર આપે છે. આ પહેલથી સ્થાનિક નાગરિકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને રિસાયક્લિંગની ભાવના જાગૃત થઈ છે.
આ કાર્યક્રમે સખી મંડળની બહેનોને આર્થિક આઝાદીનો નવો રસ્તો ખોલી આપ્યો છે. તેમની કુશળતા અને મહેનત દ્વારા તેઓ નવી ડિઝાઇનની થેલીઓ બનાવી રહી છે, જે બજારમાં સારો પ્રતિસાદ મેળવી રહી છે. આ પ્રોગ્રામે મહિલાઓને આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા આપી છે, સાથે જ સમાજમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવામાં પણ મદદ કરી છે.અરવલ્લી નગરપાલિકાનો ‘માય થેલી’ પ્રોગ્રામ એક પર્યાવરણલક્ષી સામાજિક ક્રાંતિનું પ્રતીક બની રહ્યો છે. આ પહેલ દ્વારા જિલ્લો પ્લાસ્ટિક મુક્ત ભારતના સપનાને સાકાર કરવામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે.





