ARAVALLIBAYADMODASA

અરવલ્લી : બાયડના સાઠંબામાં CM ની વિકાસ સંકલ્પ સભા, બાળકીના હાથે અનોખું સન્માન

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : બાયડના સાઠંબામાં CM ની વિકાસ સંકલ્પ સભા, બાળકીના હાથે અનોખું સન્માન

અરવલ્લી જિલ્લામાં બાયડના સાઠંબા તાલુકામાં આજે મુખ્યમંત્રીની વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરચિત તાલુકામાં પ્રથમવાર મુખ્યમંત્રીની સભા યોજાતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.મુખ્યમંત્રીના સભા સ્થળે આગમન બાદ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક નાની બાળકી દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તરત જ બાળકીને મંચ પર બોલાવી તેને પ્રોત્સાહિત કરી હતી.બાળકી દ્વારા મુખ્યમંત્રીને સરસ્વતીનું પુસ્તક ભેટ આપી અનોખું સન્માન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર સભામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.મુખ્યમંત્રીએ સભાખંડમાં હાજર જનતાને સંબોધતા વિકાસના વિવિધ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કોરોના મહામારીના કપરા સમયને યાદ કરતા સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યની ચર્ચા કરી હતી.સાથે જ તેમણે ભાજપની વિકાસ યાત્રાને લઈને લોકોમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!