ARAVALLIMODASA

અરવલ્લી –  દહેગામડા ઉર્ફે પપ્પુ નામના આરોપીને પાસા હેઠળ સુરત જેલમાં ખસેડાયો- માલપુર અને ઇસરી વિસ્તારમાં પ્રોહિબીશનના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ હતો આરોપી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી –  દહેગામડા ઉર્ફે પપ્પુ નામના આરોપીને પાસા હેઠળ સુરત જેલમાં ખસેડાયો- માલપુર અને ઇસરી વિસ્તારમાં પ્રોહિબીશનના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ હતો આરોપી

અરવલ્લી જિલ્લામાં પ્રોહિબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલા એક ઇસમ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. માલપુર તથા ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુન્હાઓના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા હેઠળ દરખાસ્ત મંજૂર કરી આરોપીને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા પ્રોહિબીશન અને અન્ય ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા તત્વો સામે અટકાયતી પગલાં લેવા સુચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લીએ કાર્યવાહી હાથ ધરી હતી.તપાસ દરમિયાન માલપુર અને ઇસરી વિસ્તારમાં પ્રોહિબીશનના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપી સામે કાર્યવાહી માટે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. ગુન્હાની ગંભીરતા ધ્યાનમાં લઇ જિલ્લા મેજિસ્ટ્રેટે તા. 27 માર્ચ 2026ના હુકમ હેઠળ પાસા મંજૂર કર્યો હતો.આદેશના આધારે આરોપી જગદીશભાઈ ઉર્ફે પપ્પુ નારાયણભાઈ પટેલ (ઉંમર 24), મૂળ રહેવાસી દહેગામડા, તા. શામળાજી (હાલ રહે. અમદાવાદ),ને ડિટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે હવાલે કરવામાં આવ્યો છે.પોલીસ દ્વારા જણાવાયું છે કે જિલ્લામાં દારૂની હેરાફેરી તથા ગુનાખોરી પર અંકુશ લાવવા આવનારા સમયમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!