ARAVALLIBHILODAMODASA

શામળાજી – ઉપરવાસમાં ધોધમાર વરસાદ બાદ ભિલોડાની ગોદરી નદીમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – ઉપરવાસમાં ધોધમાર વરસાદ બાદ ભિલોડાની ગોદરી નદીમાં નવા નીરની આવક, ખેડૂતોમાં ખુશી

શામળાજી, અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ઉપરવાસ વિસ્તારમાં ગત રોજ પડેલા ધોધમાર વરસાદની અસર હવે જિલ્લાના નદીમાં જોવા મળી રહી છે. શામળાજી તાલુકાના મોટા કંથારીયા પંથકમાંથી પસાર થતી ગોદરી નદીમાં નવા નીરની આવક થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ રાજસ્થાનની સરહદે આવેલા કાળાપાણા, બેડાનાકા સહિતના ઉપરવાસ વિસ્તારોમાં ભારે વરસાદ વરસતાં ગોદરી નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ શરૂ થયો છે. ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ નદીમાં પાણી આવતાં આસપાસના વિસ્તારોમાં પાણીની સ્થિતિમાં સુધારો થવાની આશા જાગી છે.ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી.હવે નદીમાં નવા નીરની આવક થતાં ખેતરોમાં ભેજ વધશે, કૂવા અને બોરવેલના જળસ્તર માં સુધારો થવાની શક્યતા છે અને આગામી વાવણીની કામગીરીને પણ વેગ મળશે.સ્થાનિકોએ નદીમાં વધેલા પાણીનો નજારો જોવા ઉમટી પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!