ARAVALLIMODASA

મોડાસામાં હોક્કો આઈસ્ક્રીમમાં જીવાત મળ્યાનો આક્ષેપ, ગ્રાહકે તંત્ર સમક્ષ કાર્યવાહીની કરી માંગ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસામાં હોક્કો આઈસ્ક્રીમમાં જીવાત મળ્યાનો આક્ષેપ, ગ્રાહકે તંત્ર સમક્ષ કાર્યવાહીની કરી માંગ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા વેદા પાર્લર પરથી ખરીદવામાં આવેલી હોક્કો બ્રાન્ડની આઈસ્ક્રીમમાં જીવાત મળી આવ્યાનો ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઘટનાએ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોના આરોગ્યને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે.મળતી માહિતી મુજબ, ગ્રાહકે વેદા પાર્લરમાંથી હોક્કો કંપનીની આઈસ્ક્રીમ ખરીદી હતી. આઈસ્ક્રીમ ખોલતા તેમાં જીવાત જોવા મળતાં ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. ત્યારબાદ ગ્રાહકે આ અંગે હોક્કો કંપનીને ઈ-મેલ મારફતે ફરિયાદ નોંધાવી હોવાની માહિતી છે.
ગ્રાહકનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા બાદ પણ કંપની તરફથી સંતોષકારક જવાબ કે યોગ્ય કાર્યવાહી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે ગ્રાહકે હવે ખાદ્ય સુરક્ષા વિભાગ અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ ઘટના બાદ પેકેજ્ડ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. જોકે, સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. હાલ આ ગ્રાહક દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છે

Back to top button
error: Content is protected !!