ARAVALLIMEGHRAJMODASA

મેઘરજના પટેલ છાપરા ગામે વીજકર્મીને કરંટ લાગ્યો, ગંભીર હાલતમાં મોડાસા ખસેડાયો – વીજકર્મીઓની સેફટીને લઇ અનેક સવાલો .!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના પટેલ છાપરા ગામે વીજકર્મીને કરંટ લાગ્યો, ગંભીર હાલતમાં મોડાસા ખસેડાયો – વીજકર્મીઓની સેફટીને લઇ અનેક સવાલો .!!!

અરવલ્લી જિલ્લામાં વીજકર્મીઓને કરંટ લાગવાની વધુ એક ઘટના સામે આવતા વીજ વિભાગની કામગીરી અને કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. મેઘરજ તાલુકાના પટેલ છાપરા ગામે 11 KV લાઇનની ફરિયાદ સોલ કરવા ગયેલા વીજકર્મીને અચાનક કરંટ લાગ્યો હતો.મળતી માહિતી મુજબ, પંચાલ ગામના એસ એસ ભોઈ (ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ) વીજકર્મી ફીડર રખાપુરની 11 KV લાઇનની ફરિયાદ દૂર કરવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે તેમને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. ઘટનામાં તેમના પગના ભાગેથી કરંટ ફૂટી નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના બાદ આસપાસના લોકો અને સાથી કર્મચારીઓની મદદથી ઇજાગ્રસ્ત વીજકર્મીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે મોડાસા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં એક જ અઠવાડિયામાં વીજકર્મીને કરંટ લાગવાની આ બીજી ઘટના સામે આવી છે. સતત બની રહેલી આવી ઘટનાઓ વચ્ચે વીજકર્મીઓની સલામતી, કામગીરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી સાવચેતી અંગે અનેક સવાલો ઉભા થયા છે.હાલ ઇજાગ્રસ્ત વીજકર્મીની સારવાર ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!