
અહેવાલ
અરવલ્લી – hitendr પટેલ
અરવલ્લી – આમોદરા ગામે ખેતરમાં દેખાયો 6 ફૂટ લાંબો મગર, વન વિભાગ અને રેસ્ક્યુ ટીમે કર્યું સફળ બચાવ કાર્ય

અરવલ્લી, સાઠંબા: અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના આમોદરા ગામમાં મધરાતે એક ખેડૂતના ખેતરમાં આશરે 6 ફૂટ લાંબો મગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગરની હાજરી અંગે જાણ થતાં જ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગ તેમજ વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટને જાણ કરી હતી.માહિતી મળતાં જ અરવલ્લી–મહીસાગર રેસ્ક્યુ ટીમ અને વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટીમે જરૂરી સાવચેતી સાથે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી આશરે 6 ફૂટ લાંબા મગરને સફળતાપૂર્વક પકડી લીધો હતો.રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ મગરને તેના કુદરતી નિવાસસ્થાનમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન ગામલોકોને સુરક્ષિત અંતરે રાખવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના સર્જાઈ નહોતી.વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે વરસાદી ઋતુ દરમિયાન નદી, તળાવ અને જળાશયોની આસપાસ અથવા ખેતરોમાં મગર જેવા વન્યજીવો જોવા મળે તો ગભરાવાના બદલે તેમને હેરાન ન કરે અને તાત્કાલિક વન વિભાગ અથવા અધિકૃત રેસ્ક્યુ ટીમને જાણ કરે.




