
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
*અરવલ્લી જીલ્લા પત્રકાર વૈભવ રાઠોડની માતૃશ્રી સ્વ. લલિતાબેનના સ્મરણાર્થે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો , 200 થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી*

અરવલ્લી જીલ્લા પત્રકાર વૈભવ રાઠોડની માતૃશ્રી સ્વ. લલિતાબેનના સ્મરણાર્થે શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ,મેઘરજના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ સાકરીયા અને માથાસુલિયા ગામે યોજાયો હતો જેમાં 200 થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી હતી.માતાના સ્મરણને માત્ર યાદોમાં નહીં પરંતુ માનવસેવામાં જીવંત રાખવાનો અનોખો પ્રયાસ અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરીયા ગામે જોવા મળ્યો હતો.અરવલ્લી જિલ્લા પત્રકાર વૈભવ રાઠોડ તેમજ શિક્ષક ભાવેશભાઈ રાઠોડના માતૃશ્રી સ્વર્ગસ્થ લલિતાબેન સોમાલાલ રાઠોડના નિધનના પાવન સ્મૃતિમાં સાકરીયા તેમજ માથાસુલિયા ગામ ખાતે મફત નેત્ર નિદાન અને મોતિયાના ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ, મેઘરજના સહયોગથી યોજાયેલા આ સેવાયજ્ઞમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મૌન પાડીને નેત્ર નિદાન કેમ્પનો અનિતાબેન અને ભારતીબેન રાઠોડ,યુવરાજ ,ગ્રેસી અને સૌમ્યાએ પ્રારંભ કર્યો હતો.કેમ્પ દરમિયાન 200 થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી આરોગ્યલાભ મેળવ્યો હતો અને સ્વ.લલિતાબેન રાઠોડને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.
કેમ્પમાં જલારામ હોસ્પિટલ,મેઘરજના P.R.O. ભીખુભાઇ બામણીયા તેમજ નિષ્ણાત ટીમ દ્વારા આંખોની સુક્ષ્મ તપાસ કરવામાં આવી હતી. સાથે જ જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક દવાઓ તેમજ રાહતદરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન મોતિયાની સમસ્યા ધરાવતા 12 દર્દીઓને નિશુલ્ક વાહન વ્યવસ્થા દ્વારા મેઘરજ હોસ્પિટલ લઈ જઈ મફત ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા.સેવા, સંવેદના અને સંકલ્પ સાથે યોજાયેલા આ કેમ્પને ગ્રામજનોએ ખૂબ સરાહનીય ગણાવ્યો હતો. નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં ઉપસ્થિત ગામલોકોએ જણાવ્યું હતું કે, માતૃશ્રીના સ્મરણાર્થે યોજાયેલું આ સેવાકાર્ય અનેક લોકોના જીવનમાં નવી રોશની પ્રગટાવનારું સાબિત થશે.માનવસેવાને જ સાચી શ્રદ્ધાંજલિ ગણાવતા પત્રકાર વૈભવ રાઠોડના પરિવાર,ગ્રામજનો અને શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ હોસ્પિટલ, મેઘરજ આયોજિત નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં ઉપસ્થિત ગ્રામજનોએ સ્વ. લલિતાબેન રાઠોડને ભાવપૂર્ણ શ્રદ્ધાસુમન અર્પણ કરી હતી.





