ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ – સત્તાની ભૂખ માટે પક્ષ પલટો કરનાર બન્યા મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ – કોંગ્રેસમાંથી બે સભ્યો ભાજપમાં જતા ભાજપનો કબજો

શું... પક્ષ પલટુ કરનાર બેઠક પર ફરીથી આવશે ચૂંટણી...? કે પછી પ્રમુખ અને ઉપપ્રમુખ નું પદ પણ ગુમાવવું પડશે...? અનેક સવાલો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – સત્તાની ભૂખ માટે પક્ષ પલટો કરનાર બન્યા મેઘરજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ – કોંગ્રેસમાંથી બે સભ્યો ભાજપમાં જતા ભાજપનો કબજો

શું… પક્ષ પલટુ કરનાર બેઠક પર ફરીથી આવશે ચૂંટણી…? કે પછી પ્રમુખ અને ઉપપ્રમુખ નું પદ પણ ગુમાવવું પડશે…? અનેક સવાલો

મેઘરજ તાલુકા પંચાયતમાં સત્તા પલટો : કોંગ્રેસમાંથી બે સભ્યો ભાજપમાં જતા ભાજપનો કબજો ભરત ખાંટ પ્રમુખ અને અરવિંદ ખરાડી ઉપપ્રમુખ બન્યા, કોંગ્રેસ બહુમતી હોવા છતાં સત્તાથી બહાર

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં અચાનક થયેલા રાજકીય પલટાએ સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચાવી છે. તાલુકા પંચાયતમાં બહુમતી ધરાવતી કોંગ્રેસ પોતાના સભ્યોને એકજૂટ રાખવામાં નિષ્ફળ જતા સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે, જ્યારે ભાજપે વ્યૂહાત્મક રાજકીય ચાલથી તાલુકા પંચાયત પર કબજો જમાવ્યો છે

મેઘરજ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 11 બેઠકો, ભાજપ પાસે 10 બેઠકો અને 1 અપક્ષ સભ્ય હતો. સંખ્યાબળના હિસાબે કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હતી અને પ્રમુખ-ઉપપ્રમુખ પદ પર કોંગ્રેસનો કબજો રહેવાની શક્યતા માનવામાં આવતી હતી. પરંતુ ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો.કોંગ્રેસના પંચાલ સીટના સભ્ય ભરતભાઈ નાનજીભાઈ ખાંટ અને જામગઢ સીટના સભ્ય અરવિંદભાઈ અમરાભાઈ ખરાડીએ પક્ષપલટો કરી ભાજપને ટેકો જાહેર કર્યો હતો.બંને સભ્યોના આ નિર્ણયથી તાલુકા પંચાયતનું રાજકીય ગણિત સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. સાથે એક અપક્ષ સભ્ય પણ ભાજપના સમર્થનમાં આવતા ભાજપનું સંખ્યાબળ 13 સુધી પહોંચી ગયું હતું, જ્યારે કોંગ્રેસ 9 સભ્યો સુધી સીમિત થઈ ગઈ હતી.આ બદલાયેલા રાજકીય સમીકરણો બાદ ભાજપના સમર્થનથી ભરતભાઈ ખાંટની તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અને અરવિંદભાઈ ખરાડીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ચૂંટણી બાદ ભાજપ કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને વિજેતા ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આંતરિક અસંતોષના કારણે તેમણે કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પક્ષપલટા બાદ સીધા પ્રમુખપદ સુધી પહોંચતા સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.રાજકીય વિશ્લેષકોના મતે કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ,જૂથબંધી અને નેતૃત્વ વચ્ચેના મતભેદો આ પરિસ્થિતિ માટે મુખ્ય કારણ બન્યા છે. બહુમતી હોવા છતાં કોંગ્રેસ સંગઠન પોતાના સભ્યોને સંભાળી શક્યું નહીં, જેના કારણે તાલુકા પંચાયતની સત્તા ભાજપના હાથમાં ગઈ છે.મેઘરજ તાલુકા પંચાયતની આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તન પૂરતી સીમિત રહી નથી, પરંતુ અરવલ્લી જિલ્લાના સ્થાનિક રાજકારણમાં પણ તેનો દૂરગામી પ્રભાવ જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપ માટે આ જીત રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જ્યારે કોંગ્રેસ માટે આ ઘટનાક્રમ આત્મમંથનનો વિષય બન્યો છે

બીજી તરફ આજે સર્જાયેલ સમીકરણો ને લઇ મતદારો માં ક્યાંક અસંતોષ જોવા મળ્યો હતો અને લોકોમાં ચર્ચાઓ જામી હતી કે જે પક્ષ ધ્વારા મેન્ડેડ આપી ચૂંટવામાં આવ્યા અને તે લોકો એ જ પક્ષ પલટો કરી નાખ્યો જેને લઇ મતદારોની લોકશાહીને ક્યાંક ઠેસ પહોંચી હોય તેવો ઘાટ છે. બીજી તરફ પક્ષ પલટો કરનાર સભ્યોને હવે પક્ષ સસ્પેન્ડ કરશે કે નહીં તેના પર અનેક સવાલો ઊભા થયા છે

Back to top button
error: Content is protected !!