
અરવલ્લી
અહેવાલ- હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : LCBએ શામળાજીના ચિતરીયા નજીક કારમાંથી
2.74 લાખનો શરાબ ઝડપ્યો, અન્ય બે વોન્ટેડ આરોપી ઝબ્બે
અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર દેશી વિદેશી દારૂના વેપલા અને હેરાફેરી પર રોક લગાવવા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથધરી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહ્યું છે જીલ્લા એલસીબી પોલીસે ચિતરિયા ગામ નજીક સ્વિફ્ટ કારમાંથી 2.74 લાખ સહિત 7.74 લાખનો મુદ્દામાલ ઝડપી ફરાર કાર ચાલક બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ઇસરી પોલીસ સ્ટેશન અને ધનસુરા પોલીસ સ્ટેશનમાં નાસતા ફરતા બે બુટલેગરોને એલસીબીએ દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

અરવલ્લી એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચિતરીયા ગામ નજીક નાકાબંધી કરી કારછા તરફ જતા વાહનોનું ચેકિંગ હાથધરતા સ્વિફ્ટ કારમાં દારૂની ખેપ મારતો બુટલેગર નાકાબંધી જોઈ કારનો ટર્ન મારી પરત બોબીમાતા બોર્ડર તરફ હંકારી મુકતા પોલીસે પીછો કરતા બુટલેગર દારૂ ભરેલી કાર રોડ સાઈડ ઉભી રાખી અંધારામાં ઝાડી ઝાંખરામાં ફરાર થતા બિનવારસી કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ- 1056 કિં.રૂ. 2.74 લાખ સહિત 7.74 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .અરવલ્લી એલસીબીએ ઇસરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હાના વોન્ટેડ આરોપી નેત્રપાલસિંહ ઉર્ફે મોહિત લોહરીસિંગ ચૌધરીને હિંમતનગર પાનપુર પાટિયાની ક્રિષ્નનગર સોસાયટીમાં તેના ઘરેથી ઝડપી પાડી ઇસરી પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી અન્ય એક ધનસુરા પોલીસ સ્ટેશનના વોન્ટેડ બુટલેગર અજય વિઠ્ઠલ બામણીયા (રહે,રાજપુર)ને તેના ઘરેથી ઉઠાવી લઈ ધનસુરા પોલીસને સોંપી દીધો હતો





