
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – LCB એ ફિલ્મી ઢબે XUV કારમાંથી ₹ 2.61 લાખના દારૂ સાથે 1 ને ઝડપી પાડ્યો
અરવલ્લી એલ.સી.બી.એ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને XUV 300 કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹ 7.61 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે

બાતમીના આધારે શામળાજી પોલીસ સ્ટેશન અને એલસીબીની ટીમે શામળાજી આશ્રમ ચાર રસ્તા નજીક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી કાળી XUV 300 ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાડી દીધી હતી.પોલીસે પીછો કરતા ગાડી અણસોલ, દહેગામડા માર્ગે રામેળા ગામ તરફ લઈ જવામાં આવી હતી. અંતે રામેળા ગામની સીમમાં ગાડી રોડની સાઈડમાં મૂકી ચાલક ભાગવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે પોલીસે ઘેરીને ઝડપી લીધો.તપાસમાં XUV 300માંથી 22 પેટીમાં કુલ 840 બોટલ-ટીન ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા. દારૂની કિંમત ₹2.61 લાખ અને કારની કિંમત ₹5 લાખ મળી કુલ ₹7.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.પકડાયેલ આરોપી હિતેન્દ્રકુમાર નટવરલાલ વ્યાસ અમદાવાદના નરોડા વિસ્તારનો રહેવાસી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે રાકેશભાઈ ગરાસીયા નામના એક વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.





