
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – LCB એ મેઘરજ વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ, ક્રાઈમ પ્રેસ લખેલી ગાડીમાંથી દારૂ ઝડપાયો
અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન ગુનાઓ સામે પોલીસનું કડક અભિયાન યથાવત છે. લિમ્બોદરા ગામની સીમમાં મારૂતી સુઝુકી ઈકો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન, જુગાર અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સઘન ચેકિંગ અને રેડની કામગીરી ચાલી રહી છે.તે અંતર્ગત અરવલ્લી એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલા ની અધ્યક્ષતામાં ટીમે તુમ્બલિયાથી લિમ્બોદરા જતાં રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન એક શંકાસ્પદ સફેદ મારૂતી ઈકો ગાડી રોકવામાં આવી હતી.ગાડીનો ચાલક પોલીસને જોઈ ગાડી થોડે આગળ ઉભી રાખીને ખેતરો તરફ ભાગી ગયો હતો. પોલીસે ઓળખ કરતા તે સુનીલભાઈ ઉર્ફે ભયલો ભલાભાઈ મકવાણા હોવાનું બહાર આવ્યું છે. આરોપી હાલ ફરાર છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1680 ક્વાર્ટર/ટીન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂ. 2.54 લાખ છે. ઉપરાંત ગાડી અને મોબાઈલ સહિત કુલ રૂ. 6.59 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





