ARAVALLIMEGHRAJMODASA

અરવલ્લી : મેઘરજની નામચીન બુકસ્ટોર પર બિલ વિના વેચાણના આક્ષેપ, ખાનગી સ્કૂલોમાંથી સ્ટેશનરી લેવા વાલીઓને મજબૂર કરાતા હોવાની ફરિયાદ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઘરજની નામચીન બુકસ્ટોર પર બિલ વિના વેચાણના આક્ષેપ, ખાનગી સ્કૂલોમાંથી સ્ટેશનરી લેવા વાલીઓને મજબૂર કરાતા હોવાની ફરિયાદ

અરવલ્લી જિલ્લાના મેઘરજ શહેરમાં શાળાઓ શરૂ થતાં જ નોટબુક, ચોપડા, ગ્રાઈડો સહિતની સ્ટેશનરી સામગ્રીની ખરીદી માટે બજારોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે, આ દરમિયાન મેઘરજની એક નામચીન બુકસ્ટોર સામે ગ્રાહકોને પાકા કે કાચા બિલ આપ્યા વિના વેચાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે

મળતી માહિતી મુજબ, એક ગ્રાહકે અંદાજે રૂ. 500ની સ્ટેશનરીની ખરીદી કર્યા બાદ બિલની માંગણી કરતાં દુકાનદારે બિલ આપવાનો ઇનકાર કર્યો હતો અને બિલ આપવાથી ટેક્સ ભરવો પડે તેવી વાત કરી હોવાનું ગ્રાહકનું કહેવું છે. જેના કારણે દુકાન દ્વારા નિયમોની અવગણના કરીને ટેક્સચોરી કરવામાં આવતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

બીજી તરફ, સ્ટેશનરી ખરીદવા આવેલા કેટલાક વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે દુકાનદાર દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે જરૂરી સ્ટેશનરી ખાનગી શાળાઓમાં મોકલી આપવામાં આવી છે અને ત્યાંથી વેચાણ પૂર્ણ થયા બાદ જ દુકાનમાં ઉપલબ્ધ થશે. જેથી વાલીઓને સીધી ખાનગી શાળાઓમાંથી જ સ્ટેશનરી ખરીદવાની ફરજ પડી રહી છે. જેના કારણે ખાનગી શાળાઓમાં પણ સ્ટેશનરીના વેપારને લઈને સવાલો ઉભા થયા છે.વાલીઓમાં એવી લાગણી જોવા મળી રહી છે કે શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ સ્ટેશનરીના નામે મનમાની ભાવ વસૂલાત અને બિલ વિના વેચાણ થકી ગ્રાહકોને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડી રહ્યું છે.આ સમગ્ર મામલે વેપાર વિભાગ, જીએસટી વિભાગ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!