
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી – હત્યા કેસમાં પેરોલ જંપ કરનાર આરોપી ઉર્ફે “ખંજર” ને અરવલ્લી એસ.ઓ.જી.ના હાથે ઝડપાયો
અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પોલીસે શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને વચગાળાના જામીન (પેરોલ જંપ) બાદ જેલમાં પરત હાજર ન થયેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા અને પેરોલ જંપ આરોપીઓને પકડવા માટે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન મળેલી બાતમીના આધારે એસ.જી. વિદ્યાલય, શામળાજી નજીકથી મુકેશભાઈ ઉર્ફે ખંજર કનુભાઈ અસોડા (રહે. શામળાજી, જિ. અરવલ્લી)ને ઝડપી લેવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી શામળાજી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015માં નોંધાયેલા હત્યાના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા તા. 15 મે 2026 થી 30 મે 2026 સુધી 14 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. જોકે જામીન પૂર્ણ થયા બાદ તા. 30 મેના રોજ જેલમાં હાજર થવાને બદલે તે ફરાર થઈ ગયો હતો.એસ.ઓ.જી. પોલીસે આરોપીને ડિટેન કરી શામળાજી પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




