ARAVALLIMODASA

ભારતીય વિદ્યા મંદિર દાવલી હાઈસ્કૂલનું ધોરણ 10 નું 100% પરિણામ …… ગૌરવની સિદ્ધિ…* 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

*ભારતીય વિદ્યા મંદિર દાવલી હાઈસ્કૂલનું ધોરણ 10 નું 100% પરિણામ …… ગૌરવની સિદ્ધિ…* 

શૈક્ષણિક ક્ષેત્રમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવતા ભારતીય વિદ્યા મંદિર દાવલી હાઈસ્કૂલએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 10 (એસ.એસ.સી.) બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે. શાળાના દરેક વિદ્યાર્થીએ સફળતા પ્રાપ્ત કરી શાળાનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે.

પાયલ વણઝારા 93.62 પી.આર. સાથે પ્રથમ ક્રમે, મૈત્રી પંડ્યા 92.91 પી.આર સાથે દ્વિતિય ક્રમે જ્યારે દીકપાલ સુતરીયા 90.48 પી.આર સાથે તૃતીય ક્રમે રહી વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.આ અભૂતપૂર્વ સિદ્ધિ પાછળ વિદ્યાર્થીઓની અવિરત મહેનત, શિક્ષકોનું ગુણવત્તાસભર માર્ગદર્શન અને વાલીઓનો સકારાત્મક સહકાર મુખ્ય કારણ રહ્યો છે. શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષકવૃંદે નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્ય નિભાવ્યું છે, જેના પરિણામે આ ઉત્તમ સિદ્ધિ હાંસલ થઈ છે.

 

વિશેષ કરીને, શાળાએ શિક્ષણ સાથે સંસ્કાર અને સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા વિદ્યાર્થીઓને યોગ્ય દિશામાં પ્રેરિત કર્યા છે, જેના પરિણામે તેઓએ માત્ર પરીક્ષામાં જ નહીં પરંતુ જીવનમાં પણ સફળતા મેળવવા માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે.આ પ્રસંગે શાળા સંચાલક મંડળ, ગ્રામજનો આચાર્ય અને સમગ્ર સ્ટાફ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવે છે.ભારતીય વિદ્યા મંદિર દાવલી હાઈસ્કૂલ ભવિષ્યમાં પણ શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ પરંપરા જાળવી રાખી આવા જ ઉત્તમ પરિણામો આપતી રહે તેવી આશા સાથે ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!