
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ઇસરી પોલીસે કલાકોમાં આરોપી ઝડપી પાડ્યો – કોર્ટે એ રિમાન્ડ ના મંજૂર કરતા આરોપી સબજેલ હવાલે ખસેડાયો

અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે. ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છીટાદરા ગામે ગત રાત્રે એક યુવકની હત્યા થતા વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ હતી.મળતી માહિતી મુજબ, અજાણ્યા કારણોસર યુવકની નિર્દયી રીતે હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઇસરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં શોધખોળ તેમજ તકનીકી આધાર પર તપાસ હાથ ધરવામાં આવી.


ઇસરી પોલીસની ઝડપી કામગીરીના પરિણામે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે છીટાદરા ગામના પ્રકાશભાઈ ખેમાભાઈ તરાળ ઉર્ફે લારોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારબાદ વધુ પૂછપરછ માટે આરોપીને મોડાસા સબજેલ ખાતે ખસેડવામાં આવ્યો છે.આ બનાવને લઈને સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા ઘટનાના મૂળ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.





