ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ – શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે મેઘરજમાં ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે મેઘરજમાં ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

પરમ પૂજ્ય ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે મેઘરજ ખાતે શ્રીજી બાપા નર્સિંગ કોલેજમાં ભાજપ મેઘરજ તાલુકા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમાં સંગઠન પ્રમુખ અનિલભાઈ પંચાલ, મહામંત્રી સંજયભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના સદસ્યો, મેઘરજ તાલુકા યુવા મોરચાના પ્રમુખ પિયૂષકુમાર લબાના, મહામંત્રી દિલીપભાઈ રાવળ, મહામંત્રી પાર્થિવ પટેલ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી સુરેશભાઈ ડામોર, જયદીપભાઈ સહિત યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આયોજકોએ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ આગેવાનો, કાર્યકરો તેમજ સ્વૈચ્છિક રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!