
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોનો હોબાળો, ₹ 20 લાખથી વધુની ઉચાપતનો આક્ષેપ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના નામે ખોટી રીતે ધિરાણ લઈ ગેરરીતિ આચરવામાં આવી છે. મંડળીના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.ખેડૂતોના જણાવ્યા મુજબ અલગ-અલગ ખેડૂતોના નામે ₹ 20 લાખથી વધુની ઉચાપત કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. ઉપરાંત ચાલુ કમિટીની જાણ બહાર ખોટી કમિટી રચી ગેરરીતિ કરવામાં આવી હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.મામલે રોષે ભરાયેલા ખેડૂતો ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી અને પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરાવી વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ખેડૂતો દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં લેખિત અરજી કરી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.




